Gujarat Election 2022: અમદાવાદ ફરી બન્યુ મોદીમય, પૂજા-ભક્તિ સાથે કર્યુ શક્તિનું પ્રદર્શન

|

Dec 02, 2022 | 11:42 PM

સતત બીજા દિવસે વડાપ્રધાન મોદી એ અમદાવાદમાં રોડ શો કર્યો હતો. તેમને જોવા મોટી સંખ્યામાં લોકો રસ્તાના કિનારાઓ પર ઉટયા હતા. આ રોડ શોને કારણે ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

1 / 10
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સતત બીજા દિવસે અમદાવાદમાં રોડ-શો કર્યો. આજે વડાપ્રધાન મોદીને શાહીબાગથી સરસપુર સુધી ભવ્ય રોડ શો કર્યો હતો. વડાપ્રધાન મોદી એ આજે 10 કિલોમીટરના રોડ શોમાં અમદાવાદની 5 બેઠક  આવરી લીધી હતી. જેમાં અસારવા, જમાલપુર ખાડીયા, દાણીલીમડા, દરિયાપુર અને બાપુનગર બેઠકમાં વડાપ્રધાન મોદીનો રોડ શો થયો હતો.

2 / 10
રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીનો કાફલો નગરદેવી મા ભદ્રકાળીના મંદિરે પહોંચ્યો હતો. અહીં વડાપ્રધાન મોદીએ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન બાદ વિધિવત પૂજા-અર્ચના કરીને માતાજીની આરતી ઉતારી હતી. આરતી બાદ પૂજારી અને મંદિર ટ્રસ્ટ તરફથી પીએમને ભેટ અને પ્રસાદી આપવામાં આવી હતી.

3 / 10
રોડ શો દરમિયાન લોકોએ વડાપ્રધાન મોદી પર પુષ્પ વર્ષા પણ કરી હતી. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવી લોકો ઉત્સાહમાં જોવા મળ્યા હતા.

4 / 10
આજે ભવ્ય રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદી એ આંબેડકરની પ્રતિમાને પણ પુષ્પજંલિ આપી વંદન કર્યુ હતુ.

5 / 10
રોડ શો રૂટ પર જ્યારે પીએમ મોદીનો કાફલો પસાર થયો, ત્યારે ત્યાં હાજર તમામ લોકો મોબાઈલની ટોર્ચ શરૂ કરી પીએમ મોદીનું અભિવાદન જીલ્યુ હતુ.

6 / 10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો જોવા માટે હજારો લોકો ઉમટ્યા હતા. રોડ શો રૂટ પર મોટી સંખ્યામાં દૂર દૂર સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ.

7 / 10
વડાપ્રધાન મોદી એ અમદાવાદમાં સંળગ 2 દિવસ ઐતિહાસિક રોડ શો કર્યો છે. આવો રોડ શો અમદાવાદની ધરતી પર પહેલા કયારેય જોવા મળ્યો નથી.

8 / 10
વડાપ્રધાન મોદીના રોડ શોમાં દરેક સમાજના લોકો જોવા મળ્યા હતા. સૌ કોઈ એ સાથે મળીને વડાપ્રધાનનું અભિવાદન કર્યુ હતુ.

9 / 10
રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાને સરસપુરમાં જંગી જનમેદનીને સંબોધિત કરી હતી. વડાપ્રધાને અમદાવાદના સરસપુરમાં જંગી જનસભાને સંબોધિત કરી 5મી ડિસેમ્બરે થનારા મતદાનમાં પાછલા તમામ રેકોર્ડ તોડવા માટે હાકલ કરી હતી. વડાપ્રધાને જણાવ્યુ કે આ વખતે મતદાનમાં પાછલા તમામ રેકોર્ડ તોડી નાખજો અને દરેકે દરેક સીટ પર કમલ ખીલવા જોઈએ. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે વિકાસ થાય એટલે કોંગ્રેસની તબિયત બગડે છે.

10 / 10
રોડ શો દરમિયાન ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ટ્રાફિક જામને કારણે ઓફિસથી ઘરે જવા નીકળેલા લોકો 2-3 કલાક બાદ ઘરે પહોંચ્યા હતા.

Next Photo Gallery