
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે વહેલી સવારથી જ મતદાનની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં વડોદરામાં ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે મતદાન કર્યું હતું. બંને ક્રિકેટર ભાઇઓએ વડોદરાની સંત કબીર સ્કૂલમાં મતદાન કર્યું હતું. ઇરફાન પઠાણ તથા યુસુફ પઠાણે સહપરિવાર મતદાન કર્યું હતું.

બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના અને તેમની પત્નીએ અમદાવાદમાં મતદાન કર્યું.