Ahmedabad Night Half Marathonમાં દોડયા 75 હજાર દોડવીરો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરાવ્યું ફ્લેગ ઑફ, જુઓ Photos

|

Jan 21, 2023 | 11:12 PM

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત 'નાઈટ હાફ મેરેથોન'ને કરાવ્યું ફ્લેગ ઑફ કરાવ્યું હતું. 21, 10 અને 5 કિમીની કેટેગરીમાં આશરે 75 હજાર નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. નશાને ડામવાના સંદેશ સાથે અમદાવાદમાં દોડવીરો દોડતા જોવા મળ્યા હતા.

1 / 5
અમદાવાદમાં આયોજિત નાઈટ હાફ મેરેથોનને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે દોડવીરોનો ઉત્સાહ વધારતા મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો અમદાવાદ પોલીસ વિભાગને અભિનંદન છે. કારણ કે તેમના દ્વારા 'SAY NO TO DRUGS, YES TO LIFE' જે થીમ પસંદ કરાઈ છે તે ખરા અર્થમાં યુવાનો અને તેમના દ્વારા સમગ્ર સમાજમાં પ્રસરશે. મુખ્યમંત્રી એ હાફ મેરેથોનના આયોજન બદલ અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

2 / 5
યુવાનો ડ્રગ્સના વ્યસનની ચુંગાલમાંથી બહાર આવે તે માટે 'Youth against Drugs'ના સ્લોગન સાથે અમદાવાદ સિટી પોલીસ દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ પર નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરાયું છે. જેમાં 21, 10 અને 5 કિમીની કેટેગરીમાં 75 હજારથી વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

3 / 5
મેરેથોનના મંચ પરથી સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત આ મેરેથોનમાં દોડવીરોના ઉત્સાહને કારણે ડ્રગ્સ સામેની લડાઈ માટે અમારો ઉત્સાહ વધી ગયો છે. તેમણે આહવાન કર્યું કે, આપણે ડ્રગ્સ નહિ પણ સ્પોર્ટ્સનું વલણ અપનાવીએ. ડ્રગ્સ સામેની લડાઈમાં આપણે એક થઈને લડવાનું છે. હાફ મેરેથોનના ભવ્ય આયોજન બદલ તેમણે અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

4 / 5
હાફ નાઈટ મેરેથોનમાં હજારો દોડવીરોને જોમ ચડાવવા માટે કિંજલ દવે,  ભૂમિ ત્રિવેદી,  યશ સોની સહિત મનોરંજન જગતના કલાકારોએ પર્ફોમન્સ અને હાજરી દ્વારા ઉપસ્થિત લોકોમાં જુસ્સો ભરી દીધો હતો.

5 / 5
મેરેથોનમાં વિશેષ આમંત્રીતો તરીકે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, અમદાવાદ શહેરના ધારાસભ્ય અમિત શાહ,  અમુલ ભટ્ટ,  જીતુ પટેલ,  પાયક કુકરાણી તથા અમદાવાદ શહેર મેયર કિરીટભાઈ પરમાર સહિત અનેક લોકો હાજર રહ્યાં હતા.

Next Photo Gallery