
ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ ની પાયાની સુવિધા માટે અંદાજે 2 લાખ કરોડ ની ફાળવણી, માનવ સંસાધન વિકાસ માટે 4 લાખ કરોડની ફાળવણી, વિશ્વ કક્ષાની આંતરાષ્ટ્રીય સવલતો માટે અંદાજે 5 લાખ કરોડની ફાળવણી, કૃષિ ઉદ્યોગ સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે અંદાજે 2 લાખ કરોડ અને ગ્રીનગ્રોથ માટે 2 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ માટે સૌથી વધારે 43,651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા મુખ્ય કેનાલની જાળવણી માટે 178 કરોડ, આદિજાતિ ખેડૂતોને આધુનિક કૃષિ યંત્રો આપવા માટે 29 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

બીબી સેવાઓ માટે કુલ 1278 કરોડની જોગવાઇ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડની જોગવાઈ અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2165 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.