ઘરની શોભા વધારવા માટી કે ખાતર વગર જ ઘરમાં ઉગાડો આ પ્લાન્ટ, જુઓ ફોટા

|

Mar 12, 2024 | 12:46 PM

ઘરની શોભા વધારવા માટે લોકો અવનવી રીતે ઘરમાં ડેકોરેશન કરતા હોય છે. તેમાંથી ઘણા લોકો ઘરમાં છોડ વાવવાનું પણ પસંદ કરે છે. ત્યારે મોટા ભાગના છોડમાં ખાતર અને માટીની જરુર પડતી હોય છે. પરંતુ આજે અમે તમને આજે એવા છોડ વિશે માહિતી આપીશું જેને ઉગાડવા માટે ખાતર કે માટીની જરુર પડતી નથી.

1 / 5
મની પ્લાન્ટને તમે કૂંડા સિવાય પાણીની બોટલમાં પણ વાવી શકો છો. આ માટે મની પ્લાન્ટની ડાળીને પાણીની બોટલમાં મુકીને રહેવા દો. મની પ્લાન્ટની ડાળી પાણીમાં ડૂબી ન જાય તેનું ધ્યાન રાખવુ. તેમજ દિવસમાં 2-3 કલાક સૂર્યપ્રકાશ મળે તે રીતે મુકવુ.

2 / 5
લકી બેમ્બુને ઘરમાં વાવવુ શુભ માનવામાં આવે છે. આને તમે તમારા લિવિંગ રુમમાં કે બેડરુમમાં મુકી શકો છો. બેમ્બુ તમે પાણીમાં ઉગાડી શકો છો. તેમાં થોડા થોડા સમય પર પાણી બદલવુ જોઈએ.

3 / 5
સ્પાઈડર પ્લાન્ટ તેના સુંદર સફેદ પટ્ટાવાળા પાંદડા માટે ખૂબ પસંદ કરવામાં આવે છે. તમે તેને પાણીમાં પણ ઉગાડી શકો છો. પરંતુ જો તમે તેને હંમેશા પાણીમાં રાખવા માગો છો. તો પછી હાઇડ્રોપોનિક પોષક તત્વોમાં રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે.

4 / 5
મેરીમો મોસ બોલ જેને ક્લેડોફોરા બોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં તે ગોળાકાર શેવાળ છે.જે જોવામાં ખૂબ જ આકર્ષક છે. તેઓ માછલી સાથે માછલીઘરમાં પણ ઉગાડી શકાય છે. તમે તેને પાણીની બોટલમાં પણ રાખી શકો છો. મેરીમો મોસ બોલને આકારમાં રાખવા માટે તેને નીચા પરોક્ષ સૂર્યપ્રકાશમાં રાખો અને દર બે અઠવાડિયે તેનું પાણી બદલો.

5 / 5
ક્રિસમસ કેક્ટસ ક્રિસમસ કેક્ટસ આખા વર્ષ દરમિયાન માત્ર પાણીમાં જ ઉગી શકે છે. આ માટે તીક્ષ્ણ સ્વચ્છ છરી વડે Y આકારની દાંડી કાપીને સૂકવી લો અને તેને પાણીમાં પલાળી રાખો. આ ફૂલદાની પરોક્ષ પ્રકાશમાં રાખો. દર અઠવાડિયે ફૂલદાનીમાં પાણી બદલો.

Next Photo Gallery