Plant In Pot : સૂર્યમુખીના છોડને ઘરે જ ઉગાડો, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

|

Sep 27, 2024 | 5:13 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફૂલના છોડ ઉગાડી શકીએ. આજે જોઈશું કે ઘરે કેવી રીતે સૂર્યમુખીનો છોડ ઉગાડી શકાય છે.

1 / 5
ઘરે  સૂર્યમુખીનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો.ત્યારબાદ સારી ગુણવત્તાની માટીમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરી કૂંડામાં ભરી લો.

2 / 5
તમે સૂર્યમુખીનો છોડ બીજ દ્વારા અથવા તો નર્સરીમાંથી છોડ લાવીને પણ ઉગાડી શકો છો. તમે કૂંડામાં 3-4 ઈંચ ઉંડાઈએ સૂર્યમુખીના બીજ અથવા છોડ રોપી તેના પર માટી નાખો.

3 / 5
સૂર્યમુખીના છોડને દરરોજ 6-8 કલાક સૂર્યપ્રકાશની જરુર પડે છે. જેથી સૂર્યમુખી ઉગાડેલા કૂંડાને બાલ્કનીમાં અથવા તો પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો.

4 / 5
સૂર્યમુખીના છોડને ખૂબ જ ઓછી માત્રામાં પાણીની જરુર મળે છે. જો વાતાવરણમાં વધારે ભેજ હોય તો અઠવાડિયામાં એક વાર પાણી પીવડાવવુ જોઈએ.

5 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Getty Images

Next Photo Gallery