Plant in Pot : હવે ફુલ બજારમાંથી નહીં ખરીદવા પડે ! ઘરે જ ઉગાડો ગલગોટાનો છોડ , જુઓ તસવીરો
ગલગોટાનું ફૂલ તેની સુગંધ માટે ખૂબ જ લોકપ્રિય છે.આ ફૂલ ભગવાનની પૂજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે.આ સાથે જ ગલગોટાના ફૂલથી ઘરને પણ શણગારી શકાય છે. તો આજે જાણીએ કે ઘરે ગલગોટાનો છોડ કેવી રીતે ઉગાડી શકાય.
1 / 5
ગલગોટાનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે. આ છોડને ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો. ધ્યાન રાખો કે કૂંડામાં છિદ્ર હોવુ જોઈએ.જેથી કૂંડામાં પાણી ભરાઈ ન રહે.
2 / 5
ત્યાર બાદ માટીમાં છાણિયુ ખાતર અને રેતી ભેળવીને કૂંડામાં ભરી લો. માટીને ભીની કરીને થોડા સમય માટે રહેવા દો. ત્યાર બાદ માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ ગલગોટાની ડાળી અથવા તો ગલગોટાનુ સુકાઈ ગયેલા ફુલની પાંખડીઓ રોપી દો. ત્યારબાદ ઉપરથી માટી નાખીને પાણી નાખો.
3 / 5
ગલગોટાનો છોડને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. જેથી છોડનો વિકાસ સારી રીતે થાય છે. તેમજ છોડમાં ઉચિત પ્રમાણમાં પાણી નાખો.
4 / 5
જો ગલગોટાના છોડમાં ફૂગ હોય તો ફૂગના ભાગને કાપીને કાઢી નાખો.નહીંતર આખા છોડને નુકસાન થઈ શકે છે. તમે છોડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. ( All Pic - gettyimages )
5 / 5
વરસાદની ઋતુમાં કેળાની છાલનું પાણી અથવા તો પાણીમાં છાશ ભેળવીન રેડવાથી ગલગોટાના છોડમાં ફૂલ ખીલવા લાગે છે. હવે થોડા જ સમયમાં ગલગોટાના ફૂલ ઉગવા લાગશે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )
Published On - 9:48 am, Tue, 3 September 24