Plant In Pot : ઘરમાં હવાનું શુદ્ધીકરણ કરનાર સ્નેક પ્લાન્ટને ઘરે ઉગાડો, જુઓ તસવીરો
Plant In Pot : વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ. તો આજે જાણીએ કે ઘરે સ્નેક પ્લાન્ટ કેવી રીતે ઉગાડી શકાય.
1 / 5
સ્નેક પ્લાન્ટને ઘરે ઉગાડવાથી અનેક ફાયદાઓ થાય છે. સ્નેક પ્લાને ઈનડોર અને આઉટડોર પણ ઉગાડી શકાય છે. ઘરમાં સ્નેક પ્લાન્ટ ઉગાડવાથી હવાને શુદ્ધ રાખે છે.
2 / 5
સ્નેક પ્લાન્ટ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર ધરાવતું મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તા ધરાવતી માટી ઉમેરો. ત્યારબાદ છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.
3 / 5
હવે નર્સરીમાંથી સ્નેક પ્લાન્ટ લાવો. ત્યાર બાદ સ્નેક પ્લાન્ટને મૂળ સાથે જ માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ રોપી તેના પણ માટી નાખી દો. આટલુ કર્યા બાદ તેમાં પાણી આપો.
4 / 5
સ્નેક પ્લાન્ટને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. આ છોડને દિવસમાં એકવાર પાણી આપો. પરંતુ ત્યારે ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન પડી જાય. ( Image credits as: Getty Images and Unsplash )
5 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )