Plant In Pot : વજન ઘટાડવાથી લઈને હજારો સમસ્યાના સમાધાન એવા ચિયા સીડ્સને ઘરે ઉગાડો, જુઓ તસવીરો
વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. તેઓ કૂંડામાં અલગ અલગ પ્રકારના શાકભાજી, ફળ,ફુલ અથવા તો બીજ ઉગાડતા હોય છે. તો આજે આપણે જાણીશું કે ઘરે કૂંડામાં ચિયા સીડ્સ કેવી રીતે ઉગાડી શકાય
1 / 5
કેટલીક ખાદ્ય વસ્તુઓ ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. ચિયા સીડ્સ ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો આજે આપણે જાણીશું કે આ ગુણકારી ચિયા સીડ્સ ઘરે કેવી રીતે ઉગાડી શકાય.
2 / 5
ચિયા સીડ્સ ઉગાડવા માટે સૌથી પહેલા સારી ગુણવત્તાની માટી લો. જો તેમાં કાંકરા હોય તો તેને દૂર કરી તેમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને થોડા સમય તડકામાં મુકો.
3 / 5
હવે માટી તૈયાર થઈ જાય ત્યારે તેમાં ચિયા બીજ 2-3 ઈંચની ઉંડાઈએ મુકી તેના પર માટી નાખી પાણી નાખો. ત્યાર બાદ કૂંડાને ઢાંકી 2-3 દિવસ રહેવા દો. જેથી આ બીજ અંકુરિત થઈ જશે.
4 / 5
ચિયા સીડ્સ સારી રીતે ઉગવા લાગે તે માટે 5 થી 8 દિવસ સુધી નિયમિત પાણી આપો. આ સાથે ધ્યાન રાખો કે ચિયા સીડ્સમાં વધારે પાણી ન પડી જાય નહીંતર આ છોડ સુકાવવાની શક્યતામાં વધારો થઈ શકે છે.
5 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )( Image - Freepik )