Plant In Pot : ઘરે કેવી રીતે કૂંડામાં ઉગાડશો ચંપો, અપનાવો આ સરળ ટીપ્સ, જુઓ તસવીરો
વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફૂલના છોડ ઉગાડી શકીએ. આજે જોઈશું કે ઘરે કેવી રીતે ચંપાનો છોડ ઉગાડી શકાય છે.
1 / 5
ઘરે ચંપાને ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો.ત્યારબાદ સારી ગુણવત્તાની માટીમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરી કૂંડામાં ભરી લો.
2 / 5
તમે ચંપાને બીજ દ્વારા અથવા તો નર્સરીમાંથી છોડ લાવીને પણ ઉગાડી શકો છો. તમે કૂંડામાં 3-4 ઈંચ ઉંડાઈએ ચંપાના બીજ અથવા છોડ રોપી તેના પર માટી નાખો.
3 / 5
ચંપાને દરરોજ 6-8 કલાક સૂર્યપ્રકાશની જરુર પડે છે. જેથી ચંપો ઉગાડેલા કૂંડાને બાલ્કનીમાં અથવા તો પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો.
4 / 5
ચંપાને નિયમિત પાણી નાખો. આ સાથે ધ્યાન રાખો કે ચંપામાં વધારે પાણી ન પડી જાય નહીંતર આ છોડ સુકાવાની શક્યતામાં વધારો થઈ શકે છે.
5 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Getty Images
Published On - 7:22 pm, Sat, 5 October 24