
રોઝમેરી વાવવામાં આવેલા કૂંડાને એવી જગ્યાએ મૂકો. જ્યાં છોડને આશરે 6 થી 8 કલાક સીધો સૂર્યપ્રકાશ મળે. રોઝમેરીના છોડને વધારે પાણી કે વધારે ખાતરની જરુર પડતી નથી.

રોઝમેરીની યોગ્ય વૃદ્ધિ માટે કૂંડામાંથી નીંદણને દૂર કરતા રહો. આશરે 2 થી 3 મહિનામાં છોડ લીલો થઈ જશે અને તેમાંથી ફૂલો પણ દેખાવા લાગશે. છોડના પાંદડા લીલા રાખવા માટે નિયમિત પાંદડા કાપતા રહો.

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) ( Pic - Getty Images and Unsplash)