TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Jul 03, 2022 | 11:53 PM
લીલા મરચાને તેના તીખા સ્વાદને કારણે ઘણા લોકો નજરઅંદાજ હોય છે. પણ તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આયર્ન બૂસ્ટરઃ લીલા મરચા શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરી શકે છે. તેમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને તેથી જ તેને આયર્ન બૂસ્ટર કહેવામાં આવે છે.
હૃદય : સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે લીલા મરચાનું સેવન આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. આ કારણોસર તે હૃદયને સ્વસ્થ રાખવામાં અસરકારક માનવામાં આવે છે.
વિટામિન સી: આ આવશ્યક વિટામિનની પરિપૂર્ણતા માટે, લોકો લીંબુ અને અન્ય ખાટી વસ્તુઓનું સેવન કરે છે, પરંતુ લીલા મરચાને પણ તેનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે.
મેટાબોલિઝમ સુધારે છે: બહુ ઓછા લોકો જાણે છે કે લીલા મરચા આપણા મેટાબોલિક રેટને સુધારવામાં સક્ષમ છે. આયુર્વેદ અનુસાર લીલા મરચા ખાતી વખતે તેના બીજનું પણ સેવન કરવું જોઈએ.