
એક વર્ષ પછી જ્યારે રથ યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું, તો ભક્તોમાં ખુબ જ ઉત્સાહ જોવામાં મળ્યો હતો. રથ સાથે અનેક ભજન મંડળી, હાથીઓ, ઘોડાઓ, ગરબા રમતી મંડળી સંપૂર્ણ ઉત્સવની ઉજવણી કરી હતી. સંપૂર્ણ રથ યાત્રા દરમિયાન મંદિર દ્વારા આયોજિત પ્રસાદ વેનમાંથી બધા દર્શકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્થાનિક નિવાસીઓએ ભગવાનની આરતી કરી, તેમને ભિન્ન પ્રકારના પુષ્પ, ભોગ અર્પણ કર્યો હતો. બધા ભક્તોએ ભગવાન શ્રી રાધા માધવના રથને ખેંચવાનો આ અવસર લઇ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.

આજના ઉત્સવમાં ઉપસ્થિત રહેલ મુખ્ય અતિથિઓમા વૃંદાવન ચંદ્રોદય મંદિર અને અક્ષય પાત્ર ફોઉન્ડેશન ચેરમેન પરમ પૂજ્ય શ્રી મધુ પંડિત દાસ, પરમ પૂજ્ય વૈષ્ણવ હૃદય સમ્રાટ વૈષ્ણવાચાર્ય 108 શ્રી યદુનાથજી મહોદય, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ કિરીટભાઈ સોલંકી, TGB ગ્રુપના ચીફ મેનેજીંગ ડિરેક્ટર નરેન્દ્રભાઈ સોમાની હાજર રહ્યા હતા.