
આનો અર્થ એ થયો કે દર મહિને 400 રૂપિયાનો વધારો થશે. તેવી જ રીતે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 50,000 રૂપિયા હોય, તો તેને 26,500 રૂપિયા ડીએ મળતો હતો, જે હવે વધીને 27,500 રૂપિયા થશે. એટલે કે પગારમાં 1 હજાર રૂપિયાનો વધારો થશે.

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરવામાં આવે છે. એકવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં. જુલાઈની શરૂઆતમાં, 3 ટકાનો વધારો થયો હતો, જેના કારણે તે 50 ટકાથી વધીને 53 ટકા થયો હતો.