મુસાફરી થશે સસ્તી! ફ્લાઇટથી લઈને હોટેલ બુકિંગ સુધી તમારા પૈસા બચાવશે Google AI, જાણો કેવી રીતે

Google નો AI મોડ હવે મુસાફરી આયોજન માટે વધુ ઉપયોગી બન્યો છે. યુઝર્સઓ ફ્લાઇટના ભાવ ટ્રેક કરવા, રિવોર્ડ પોઈન્ટ્સ તપાસવા અને હોટેલ બુક કરવા માટે AI નો ઉપયોગ કરી શકશે.

| Updated on: Aug 29, 2026 | 2:29 PM
1 / 7
Google એ Search AI Mode માં ટ્રાવેલ પ્લાનિંગ સાથે જોડાયેલા નવા ફીચર્સ ઉમેર્યું છે. હવે યુઝર્સ AI ની મદદથી ફ્લાઇટની કિંમતો પર નજર રાખી શકશે અને ભાવ બદલાય ત્યારે ઈ-મેઇલ અલર્ટ મેળવી શકશે. આ ઉપરાંત ફ્લાઇટ અને હોટેલ માટે કેટલા પોઈન્ટ્સ અથવા માઇલ્સની જરૂર પડશે, તે પણ જાણી શકાશે. Google AI Mode દ્વારા હોટેલ શોધવા અને બુક કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. એટલે કે Google AI યુઝર્સને હોટેલથી લઈને ફ્લાઇટ બુકિંગ સુધીમાં બચત કરવાની સુવિધા આપશે. (Image Source | iStock)

2 / 7
Google પોતાના લોકપ્રિય Google Flights ના પ્રાઇસ ટ્રેકિંગ ફીચરને સીધું AI Mode માં લાવી રહ્યું છે. યુઝર્સ AI Mode માં પોતાના પ્રવાસનું સ્થળ અને તારીખ જણાવ્યા બાદ ફ્લાઇટની કિંમત ટ્રેક કરવા માટે કહી શકે છે. ટ્રેકિંગ શરૂ થયા બાદ કિંમતમાં ફેરફાર થાય ત્યારે Google ઈ-મેઇલ દ્વારા જાણ કરશે. Google અનુસાર, AI Mode 300થી વધુ એરલાઇન્સ અને ટ્રાવેલ વેબસાઇટ્સ પરથી ફ્લાઇટના તાજા ભાવ બતાવી શકે છે. ફ્લાઇટ પ્રાઇસ ટ્રેકિંગની સુવિધા 180થી વધુ દેશો અને વિસ્તારોમાં ઉપલબ્ધ છે. (Image Source | iStock)

3 / 7
AI Mode હવે એ પણ જણાવી શકે છે કે કોઈ ફ્લાઇટ અથવા હોટેલ માટે કેટલા રિવોર્ડ પોઈન્ટ્સ અથવા માઇલ્સની જરૂર પડશે. યુઝર્સ Google AI ને કોઈ ચોક્કસ રિવોર્ડ પ્રોગ્રામ હેઠળ નોન સ્ટોપ ફ્લાઇટ અને તેના માટે જરૂરી માઇલ્સની માહિતી આપવા માટે કહી શકે છે. આ જ સુવિધા હોટેલ માટે પણ કામ કરશે. (Image Source | iStock)

4 / 7
Google ના જણાવ્યા અનુસાર, આ ફીચર દુનિયાભરમાં ઉપલબ્ધ છે. શરૂઆતમાં Alaska Airlines / Hawaiian Airlines, American Airlines, Choice Hotels International, Hilton અને Wyndham Hotels & Resorts ને સપોર્ટ મળી રહ્યો છે. ટૂંક સમયમાં Accor, Flying Blue, Hyatt, LATAM Airlines અને Lufthansa Groupનો સપોર્ટ પણ ઉમેરવામાં આવશે. (Image Source | iStock)

5 / 7
Google હવે AI Mode માં હોટેલ બુકિંગની સુવિધા પણ ઉમેરી રહ્યું છે. યુઝર્સ પોતાનું ડેસ્ટિનેશન, મુસાફરીની તારીખ અને હોટેલ સંબંધિત પોતાની પસંદગી જણાવીને વિકલ્પો જોઈ શકશે. AI Mode હોટેલની સાથે તેના રિવ્યૂ અને જરૂરી માહિતી પણ બતાવશે. (Image Source | iStock)

6 / 7
પસંદગીની હોટેલ નક્કી કર્યા બાદ યુઝર્સ Continue on Google વિકલ્પ દ્વારા ઇન્ટિગ્રેટેડ પાર્ટનરની મદદથી બુકિંગ પૂર્ણ કરી શકશે. પેમેન્ટ Google Pay દ્વારા સુરક્ષિત રીતે કરી શકાશે. હાલમાં AI Mode માં હોટેલ બુકિંગની સુવિધા અમેરિકામાં અંગ્રેજી ભાષામાં શરૂ કરવામાં આવી રહી છે. (Image Source | iStock)

7 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Published On - 2:29 pm, Sat, 29 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.