કેદારનાથ યાત્રાળુઓ માટે સારા સમાચાર, કલાકોની મુસાફરી મિનિટોમાં, આ દિવસથી શરૂ થશે હેલિકોપ્ટર સેવા

|

Mar 31, 2023 | 6:03 PM

Kedarnath Yatra: કેદારનાથ યાત્રા પર જનારા ભક્તો ટૂંક સમયમાં જ IRCTC ની વેબસાઈટ પરથી હેલિકોપ્ટર બુક કરાવી શકશે. ગયા મહિને જ ડીજીસીએએ હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.

1 / 5
Kedarnath Yatra: કેદારનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં તમે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથની યાત્રા કરી શકશો. IRCTC ટૂંક સમયમાં તેની બુકિંગ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.

2 / 5
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા 25 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. એટલે કે આ દિવસથી જ શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે. મુસાફરો તેને IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરાવી શકશે.

3 / 5
અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર સેવાનો ટ્રાયલ રન શુક્રવાર, 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. જે બાદ બીજા દિવસે 1 એપ્રિલથી હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ થશે.

4 / 5
ગયા મહિને જ ડીજીસીએએ કેદારનાથના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ સાથે, પરિપત્ર જારી કરતી વખતે, DGCA દ્વારા જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

5 / 5
IRCTC એ મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા 5 વર્ષના ગાળા માટે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

Next Photo Gallery