Gujarati News Photo gallery Good news for Bank fixed deposits Investors indusind bank increased interest rate Bank FD know how much you will benefit
બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર, આ બેંકે વ્યાજમાં કર્યો વધારો, જાણો તમને કેટલો ફાયદો થશે
બેંક જુદી-જુદી અવધિની 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. સામાન્ય રોકાણકારો માટે વ્યાજ દરની વાત કરીએ તો 7 દિવસથી 14 દિવસ - 3.50 ટકા, 15 દિવસથી 30 દિવસ -3.50 ટકા, 31 દિવસથી 45 દિવસ - 3.75 ટકા, 46 દિવસથી 60 દિવસ - 4.75 ટકા અને 61 દિવસથી 90 દિવસ - 4.75 ટકા વ્યાજ છે.
1 / 5
પ્રાઈવેટ સેક્ટરની ઈન્ડસઇન્ડ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછા રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ માટે વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ સામાન્ય રોકાણકારોને FD પર 3.50 ટકાથી લઈને 7.75 ટકા સુધીનું વ્યાજ મળશે. બેંક સિનિયર સીટીઝને 4 ટકાથી લઈને 8.25 ટકા સુધીનું વ્યાજ આપશે.
2 / 5
ઈન્ડસઇન્ડ બેંકના આ નવા વ્યાજ દર 6 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે. બેંક જુદી-જુદી અવધિની 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. સામાન્ય રોકાણકારો માટે વ્યાજ દરની વાત કરીએ તો 7 દિવસથી 14 દિવસ - 3.50 ટકા, 15 દિવસથી 30 દિવસ -3.50 ટકા, 31 દિવસથી 45 દિવસ - 3.75 ટકા, 46 દિવસથી 60 દિવસ - 4.75 ટકા અને 61 દિવસથી 90 દિવસ - 4.75 ટકા વ્યાજ છે.
3 / 5
આ ઉપરાંત 91 દિવસથી 120 દિવસ - 4.75 ટકા, 121 દિવસથી 180 દિવસ - 5.00 ટકા, 181 દિવસથી 210 દિવસ - 5.85 ટકા, 211 દિવસથી 269 દિવસ - 6.10 ટકા, 270 દિવસથી 354 દિવસ - 6.35 ટકા, 355 દિવસ અથવા 364 દિવસ - 6.50 ટકા, 1 વર્ષથી 1 વર્ષથી ઓછા 6 મહિના - 7.75 ટકા, 1 વર્ષ 6 મહિનાથી 1 વર્ષથી ઓછા 7 મહિના - 7.75 ટકા અને 1 વર્ષ 7 મહિનાથી 2 વર્ષ - 7.75 ટકા વ્યાજ આપી રહી છે.
4 / 5
2 વર્ષથી વધુ 2 વર્ષ 1 મહિનો - 7.25 ટકા, 2 વર્ષથી વધુ 1 મહિનાથી 2 વર્ષથી ઓછા 6 મહિના - 7.25 ટકા, 2 વર્ષ 6 મહિનાથી 2 વર્ષથી ઓછા 9 મહિના - 7.25 ટકા, 2 વર્ષ 9 મહિનાથી 3 વર્ષ 3 મહિના - 7.25 ટકા, 3 વર્ષથી વધુ, 3 મહિનાથી 61 મહિનાથી નીચેના - 7.25 ટકા અને 61 મહિનાથી ઉપર વ્યાજ દર 7.00 ટકા છે.
5 / 5
ઈન્ડસઇન્ડ બેંકની ઈન્ડસ ટેક્સ સેવર FD પર 7.25 ટકા વ્યાજ દર છે. આ ઉપરાંત બેંક વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપી રહી છે. બેંક 1 વર્ષથી 1.5 વર્ષથી ઓછી એફડી પર મહત્તમ 8.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. એક્સિસ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંક 7 દિવસથી 10 વર્ષની FD પર 3.50 ટકાથી 7.20 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.