
PNB સિનિયર સિટીઝન માટે FD પર 4 ટકાથી 7.75 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. સુપર સિનિયર સિટીઝન માટે વ્યાજ 4.3 ટકાથી 8.05 ટકા સુધી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ વ્યાજ દર 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર લાગુ છે. નવા વ્યાજ દર 27 ડિસેમ્બર, 2023થી લાગુ થયા છે. SBI 7 દિવસથી લઈને 10 વર્ષની પાકતી થાપણો પર 3.5 ટકાથી લઈને 7 ટકા સુધીના વ્યાજ દર આપે છે.