
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. ત્યારે આજે હોલિકા દહન પણ છે ત્યારે આજના દિવસે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 2 માર્ચની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹173,240 પર પહોંચી ગયો. એક અઠવાડિયામાં, 24 કેરેટ સોનું ₹9,430 મોંઘુ થયું છે. દરમિયાન, 22 કેરેટ સોનાનો ભાવ ₹8,550 વધ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોમવારે શરૂઆતના કારોબારમાં સોનું 2 ટકાથી વધુ વધીને $5,390 પ્રતિ ઔંસ થયું છે.

દિલ્હીમાં 2 માર્ચના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,73,240 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,58,810 રૂપિયા પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,58,660 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,73,090 છે.

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,58,710 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,73,140 પર પહોંચી ગયો છે.

બીજી કિંમતી ધાતુ, ચાંદી, 2 માર્ચની સવારે ઘટાડો જોવા મળી રહી છે. ભાવ ₹294,900 પ્રતિ કિલોગ્રામ છે. છેલ્લા અઠવાડિયામાં ચાંદીના ભાવ ₹20,000 વધ્યા છે. શુક્રવાર, 27 ફેબ્રુઆરીના રોજ, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 2,500 રૂપિયા અથવા લગભગ એક ટકા ઘટીને 2,68,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો.

જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી $4,500 પ્રતિ ઔંસ કરી છે. તેણે 2026 ના અંત માટે $6,300 પ્રતિ ઔંસની આગાહી જાળવી રાખી છે. જેપી મોર્ગને જણાવ્યું હતું કે સોનામાં માળખાકીય વૈવિધ્યકરણનો ટ્રેન્ડ ચાલુ છે, અને વધુ વધારો થવાની શક્યતા છે.