Devankashi rana |
Dec 20, 2024 | 12:24 PM
આજે, શુક્રવાર, 20 ડિસેમ્બર, 2024 સોનું આજે ફરી સસ્તું થયું છે. સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાએ લોકોન ખુશ કરી દીધા છે. સારી વાત એ છે કે 24 કેરેટ સોનાનો ભાવ 77,100 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જો તમારા ઘરમાં લગ્ન છે તો આ એક રાહતના સમાચાર છે કારણ કે તમે બજેટમાં સોનાના દાગીના ખરીદી શકશો.
આજે 20 ડિસેમ્બરે 10 ગ્રામ સોનાની કિંમતમાં 750 રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 750 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 700 રૂપિયા સસ્તો થયો છે.
ત્યારે બીજી તરફ દેશમાં એક કિલો ચાંદીની કિંમત રૂ. 91,500 પર ટ્રેડ થઈ રહી છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.92,500 હતો. ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો છે.
દેશમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સ્થાનિક બજારમાં સોનાની માંગ વધી રહી છે. છેલ્લા 2 અઠવાડિયાનો ટ્રેન્ડ જોઈએ તો સોનું માત્ર એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે 10 ગ્રામ સોનાની કિંમત વર્ષ 2025માં 90,000 રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે આવતા વર્ષે સોનું સારું વળતર આપવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, વર્ષ 2024 સોનામાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય હોઈ શકે છે. દેશમાં સોનાની કિંમત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે. મિશ્ર યુએસ આર્થિક ડેટા અને વ્યાજદર અંગે ફેડરલ રિઝર્વના નિર્ણયની સોનાના ભાવ પર અસર પડી છે.