
આ સિવાય ગુજરાતન અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે 24 કેરેટ સોનોનો ભાવ 98,030 રુપિયા પર છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,860 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

સોનાની જેમ જ ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. ત્યારે આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,00,400 રુપિયા પર પહોચ્યોં છે.

વાસ્તવમાં, લગ્નની મોસમ પહેલા, સોનાના ભાવમાં ઝડપથી ઉથલપાથલ જોવા મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે.

જોકે, સ્થાનિક બુલિયન બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જે ખરીદદારો માટે રાહતની વાત છે. જ્યારે, વાયદા બજારમાં ભાવ વધી રહ્યા છે. તે જ સમયે, વિદેશી બજારોમાં પણ ઘણો ઉત્સાહ છે.
Published On - 9:21 am, Wed, 30 April 25