
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 99,230 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 90,960 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

ગુરુવાર, 5 જૂને ચાંદીનો ભાવ 1,02,100 રૂપિયા પ્રતિ કિલો છે. આજે ચાંદીનો ભાવ ગઈકાલની સરખામણીમાં 100 રૂપિયા વધ્યો છે. ગઈકાલે એક કિલો ચાંદીનો ભાવ 1,02,000 રૂપિયા હતો.

24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે પરંતુ 22 કેરેટ સોનું થોડું ઓછું શુદ્ધ પરંતુ મજબૂત છે, તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ, સરકાર દ્વારા લાદવામાં આવતા કર અને રૂપિયાના મૂલ્યમાં ફેરફાર.

સોનું ફક્ત એક રોકાણ નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ ઘણી વધી જાય છે.
Published On - 10:23 am, Thu, 5 June 25