
હાલ બુલિયન બજારમાં શાંતિ છે. આ વ્યવસાયિક સપ્તાહમાં સોનાના ભાવે ઇતિહાસ રચ્યો છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર તણાવ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી તેમાં ઉછાળો જોવા મળી શકે છે. જોકે હાલ ઘટતા ભાવએ સોનું ખરીદનારાઓ માટે થોડી રાહતના સમાચાર લાવ્યું છે. ત્યારે ભાવ હજુ ઘટે તેની આશા પણ ખરીદદારો લગાવી રહ્યા છે.

આજે 26 એપ્રિલે ચાંદીના ભાવમાં પણ કોઈ જ વધારો કે ઘટાડો થયો નથી. આજે ચાંદી પ્રતિ 1 કિલો 1,00,800 રુપિયા પર ટ્રેડ થઈ રહી છે.

લગ્નની સિઝનમાં સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને વટાવી ગયો છે. આ કારણે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે. મધ્યમ વર્ગના લોકો માટે ઘરેણાં ખરીદવા મુશ્કેલ બન્યા છે.

આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલા હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોય અને કેરેટ જેટલું વધારે હોય તેટલું શુદ્ધ સોનું.

હકીકતમાં, લગ્નની સીઝન પહેલા, સોનાના ભાવમાં ઝડપથી વધઘટ જોવા મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે. જોકે, સ્થાનિક બુલિયન બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જે ખરીદદારો માટે રાહતની વાત છે. જ્યારે, વાયદા બજારમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, વિદેશી બજારોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે.