
આજે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગર જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ 89,500 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 97,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, અઠવાડિયા દરમિયાન વધઘટ જોયા પછી, તેની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર યથાવત છે. શનિવાર, 19 એપ્રિલના રોજ ઇન્દોર બુલિયન બજારમાં ચાંદીનો સરેરાશ ભાવ 97,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

માર્ચમાં દેશની સોનાની આયાત 192.13 ટકા વધીને 4.47 અબજ ડોલર થઈ ગઈ. નાણાકીય વર્ષ 2024-25માં સોનાની આયાત 27.27 ટકા વધીને $58 બિલિયન થઈ છે. નાણાકીય વર્ષ 2023-24માં તે 45.54 અબજ ડોલર હતું. માર્ચમાં ચાંદીની આયાત 85.4 ટકા ઘટીને 119.3 મિલિયન ડોલર થઈ હતી. નાણાકીય વર્ષ 2024-25માં આ 11.24 ટકા ઘટીને 4.82 અબજ ડોલર થયું છે.

ભારત માટે સોનાની આયાતનો સૌથી મોટો સ્ત્રોત સ્વિટ્ઝર્લૅન્ડ છે જેનો હિસ્સો લગભગ 40 ટકા છે. તે પછી 16 ટકાથી વધુ હિસ્સા સાથે સંયુક્ત આરબ અમીરાત અને લગભગ 10 ટકા હિસ્સા સાથે દક્ષિણ આફ્રિકા છે.
Published On - 9:12 am, Sun, 20 April 25