
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 92,400 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,800 રૂપિયા છે.

સોનાની સાથે ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. 22 જૂનને આજે, ચાંદીના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. ત્યારે આજે ચાંદીનો ભાવ 1,10,000 પ્રતિ કિલોગ્રામ પર છે.

વિશ્લેષકો માનીએ તો રુપિયો નબળો પડતા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે, રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. ઇઝરાયલ-ઈરાન તણાવ વધવાથી વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની ચિંતા વધી છે,

તેમજ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસી રહી છે, ત્યારે હવે અમેરિકા પણ વચ્ચે પડ્યું છે. તેના કારણે તેની પણ સીધી અસર સોના અને ચાંદી પર પડી રહી છે. આથી સોનાના ભાવ આસમાને પહોંચી શકે છે.