
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 98,900 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 90,660 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

3 જૂનના રોજ સોનાની જેમ ચાંદીના ભાવ પણ વધારો જોવા મળ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,00,100 રુપિયા પર છે. ગઈકાલે 99,800 પર હતો ત્યારે આજે ચાંદીમાં પણ 300 રુપિયાનો વધારો નોંધાયો છે .

ખરેખર, લગ્નની સિઝન દરમિયાન સોનાના ભાવમાં ઝડપી ઉથલપાથલ જોવા મળે છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે.

તેમજ સ્થાનિક બુલિયન બજારમાં પણ ભાવ સતત વધી રહ્યો છે. આ સાથે વાયદા બજારમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. તે જ સમયે, વિદેશી બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે ભવિષ્યમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થશે.