
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 17 જુલાઈના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે. આવી સ્થિતિમાં, 18 જુલાઈ શુક્રવારના રોજ સોનાના ભાવ વધ્યા કે ઘટ્યા ચાલો જાણીએ

18 જુલાઈ શુક્રવારના રોજ સોનાના ભાવમાં આશિંક વધારો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,490 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,060 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,340 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 91,110 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,390 રૂપિયા છે.

આજે 18 જુલાઈ શુક્રવારના રોજ ચાંદીનો ભાવ સ્થિર રહ્યો છે. આજે ચાંદી 1,13,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે પણ ચાંદીનો ભાવ 1,13,900 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ, આયાત જકાત અને કર, રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર, માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે. ભારતમાં, સોનાનો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ થાય છે, તેથી ભાવમાં ફેરફારની સીધી અસર લોકો પર પડે છે.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.
Published On - 9:32 am, Fri, 18 July 25