
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,05,790 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,15,410 પર પહોંચી ગયો છે.

અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. આજે 1,39,900 રુપિયા પર છે.

એકંદરે, સ્થાનિક બજારમાં ઓછી માંગને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે વૈશ્વિક ભાવ ઊંચા સ્તરની નજીક રહ્યા. બીજી તરફ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં ચાંદીમાં વધારો જોવા મળ્યો છે.

નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં ઘટાડો થઈ શકે છે.
Published On - 9:25 am, Thu, 25 September 25