
દિલ્હીમાં 24 કેરેટ સોનામાં થોડો વધારો જોવા મળ્યો હતો. અહીં કિંમત 88,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે, જ્યારે 22 કેરેટ સોનું 80,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 80,760 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 80,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. અહીં જાણો દેશના 4 મોટા શહેરોમાં 26 ફેબ્રુઆરી 2025ના રોજ સોનાની કિંમત.

26 ફેબ્રુઆરીએ ચાંદીની કિંમત 1,00,900 રૂપિયા પ્રતિ કિલો છે. આજે ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

ભારતમાં સોનાની કિંમત વિદેશી બજાર કિંમતો, સરકારી કર અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ફેરફાર જેવા અનેક કારણોસર બદલાતી રહે છે. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે, જેના કારણે તેની કિંમત પણ વધવા લાગે છે. અત્યારે દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે.