
આજે કેવડા ત્રીજ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે, જો તમે તમારી પત્ની, માતા કે ગર્લફ્રેન્ડને સોનું ભેટમાં આપવા માંગતા હો, તો તમારે ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે, બુલિયન બજાર ખુલતાની સાથે જ, સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો?

દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 100 રુપિયાનો ધટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,01,660 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 93,200 રૂપિયા પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93,040 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,560 રૂપિયા છે.

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 93,090 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,550 રૂપિયા છે.

ત્યારે આજે અન્ય કિમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,21,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,19,900 પર ટ્રેડ કરી રહ્યો હતો ત્યારે આજે ફરી મોટો ઉછાળો આવ્યો છે.


આ ભાવ અંદાજિત છે અને વાસ્તવિક બજાર ભાવમાં ફેરફાર થઈ શકે છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ફક્ત અંદાજ છે, જે સાચા કે ખોટા બંને સાબિત થઈ શકે છે.