
ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોની વાત કરીએ તો આજે 24 કેરેટ સોનાનો ભાવ 95,550 રુપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,590 પર ટ્રેડ કરી રહ્યો છે.

શનિવાર, 12 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 97,000 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો છે.

અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવ અને ટેરિફને કારણે થોડા સમય પહેલા સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ફરી મોંઘુ થવા લાગ્યું છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે.

ભારતમાં સોનાના ભાવ દરરોજ બદલાય છે, જે વૈશ્વિક દરો, આયાત ડ્યુટી, કર અને રૂપિયાના મૂલ્યના આધારે થાય છે. હાલમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ લગભગ $3163 થી ઘટીને $3100 પ્રતિ ગ્રામ થયો છે.