
જયપુર, લખનઉ, ચંદીગઢમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98120 રૂપિયા છે. 22 કેરેટનો ભાવ પ્રતિ 10 ગ્રામ 89950 રૂપિયા છે.

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 89800 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 97970 રૂપિયા છે.

ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 89850 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98020 રૂપિયા છે.

ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે તેના જૂનના અહેવાલમાં જણાવ્યું છે કે આગામી બે મહિનામાં સોનાના ડોલર ભાવમાં 12-15 ટકાનો ઘટાડો થઈ શકે છે. જોકે, મધ્યમ ગાળા અને લાંબા ગાળામાં સોના માટેનું ભવિષ્ય સકારાત્મક છે. અમેરિકન કંપની મોર્નિંગસ્ટાર વિશ્લેષક જોન મિલ્સે અગાઉ કહ્યું હતું કે આગામી થોડા વર્ષોમાં સોનાના ભાવમાં 38 ટકાનો ઘટાડો થશે. મિલ્સના અંદાજ પાછળનું સૌથી મોટું કારણ સોનાનો વધુ પડતો પુરવઠો છે.

બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં એક અઠવાડિયામાં 7100 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. 8 જૂને ચાંદી 1,07,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. આ તેનો રેકોર્ડ ઉચ્ચતમ સ્તર છે. કેડિયા ફિનકોર્પે એક બોલ્ડ અંદાજ આપ્યો છે કે જૂનના અંત સુધીમાં ચાંદીના ભાવ 1,30,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે.
Published On - 9:19 am, Sun, 8 June 25