
જ્યારે આજે અમદાવાદ, સુરત , રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 91,970 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 84,310 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે.

1 એપ્રિલ, 2025ના રોજ ચાંદીનો ભાવ 1,03,900 રૂપિયા પ્રતિ કિલો છે, ચાંદીના ભાવમાં આજે કોઈ ખાસ ફેરફાર થયો નથી.

સોનાના ભાવ વધવાનું સૌથી મોટું કારણ વિશ્વમાં વધતી જતી આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા છે. જ્યારે પરિસ્થિતિઓ અસ્થિર હોય છે, ત્યારે લોકો તેમના નાણાં સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે.

અમેરિકાની નવી નીતિઓ, ડોલરની વધઘટ અને વધતી જતી મોંઘવારી અંગેની ચિંતા પણ તેની માંગમાં વધારો કરી રહી છે. આ સિવાય ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો પણ મોટાપાયે સોનાની ખરીદી કરી રહી છે, જેના કારણે તેની કિંમત સતત વધી રહી છે. આ જ કારણ છે કે સોનું તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું છે.

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.
Published On - 9:18 am, Tue, 1 April 25