
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 87,810 રુપિયા છે જ્યારે 24 કેરેટ સોનું આજે 95,790 રુપિયે ટ્રેડ થઈ રહ્યું છે.

પણ આજે અન્ય કિમતી ધાતુ ચાંદીમાં આજે ઘટાડો થયો છે આજે 1 કિલો ચાંદી 96,900ના આસપાસ ટ્રેડ થઈ રહી છે તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે ચાંદીની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો અને તે 1 લાખની પાર ભાવ પહોચી ગયો હતો જે બાદ હવે ઘટાડો થયો છે.

ખરેખર, લગ્નની સિઝન દરમિયાન સોનાના ભાવમાં ઝડપથી વધઘટ જોવા મળે છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે.

જોકે, સ્થાનિક બુલિયન બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જે ખરીદદારો માટે રાહતની વાત છે. જ્યારે, વાયદા બજારમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, વિદેશી બજારોમાં પણ ભારે ઉત્તેજના છે.