
ચાંદીની વાત કરીએ તો, આજે 1 કિલો ચાંદીનો ભાવ 99,900 રુપિયા પર છે જેમાં પણ ગઈકાલની સરખામણીમાં સહેજ ઘટાડો જોવા મળ્યો છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થાઓ દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ 857 અને 18 કેરેટ પર 750 લખેલું છે.

મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોવો જોઈએ અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ છે અને 22 કેરેટ સોનું લગભગ 91 ટકા શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં 9% અન્ય ધાતુઓ જેમ કે તાંબુ, ચાંદી, જસત ભેળવીને ઘરેણાં બનાવવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ હોય છે,
Published On - 9:14 am, Mon, 21 April 25