
દિલ્હીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,22,070 તેમજ 22 કેરેટનો ભાવ 1,12,000 પર પહોંચી ગયો છે અને 18 કેરેટ સોનાનો ભાવ 91,670 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹1,57,000ના ભાવે વેચાઈ રહી હતી. ચાંદીના ભાવમાં પાછલા દિવસની સરખામણીમાં ₹1,000 નો વધારો થયો હતો.

6 ઓક્ટોબરે દિલ્હીમાં ચાંદીનો ભાવ ₹1,56,000 હતો. ઓક્ટોબરમાં પણ ચાંદીમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. ભારતીય રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે બંને ધાતુઓમાં રોકાણ કરી રહ્યા છે. વધુમાં, સોના અને ચાંદીનું ભારતીય સાંસ્કૃતિક મહત્વ છે, જેના કારણે લોકો તેમને ખરીદે છે.