Gold Price Today: સતત બિજા દિવસે મોંઘુ થયું સોનું ! જાણો આજનો 22 અને 24 કેરેટનો ભાવ

દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 90,000 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 82,400 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીએ આજે ​​સોનું 450 રૂપિયા મોંઘુ થયું છે.

| Updated on: Mar 28, 2025 | 9:15 AM
4 / 7
28 માર્ચ 2025ના રોજ ચાંદીનો ભાવ 1,01,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ગઈકાલની સરખામણીએ આજે ​​ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

5 / 7
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધવા પાછળ ઘણા કારણો છે. સૌથી મોટું કારણ વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય તણાવ છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરફ વળ્યા છે. આ સિવાય અમેરિકામાં સંભવિત નવા ટેરિફ અને આર્થિક મંદીના સંકેતો પણ સોનાના ભાવને પ્રભાવિત કરી રહ્યા છે.

6 / 7
ડોલરમાં વધઘટ, કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીમાં વધારો અને ફુગાવાની ચિંતાએ પણ તેની માંગને મજબૂત બનાવી છે. આ તમામ કારણોને લીધે સોનું તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરની નજીક પહોંચી ગયું છે, જેના કારણે તેની કિંમત સતત વધી રહી છે.

7 / 7
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.