
જ્યારે અમદાવાદ, વડોદરા, સુરતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 87,530 પ્રતિ 10 ગ્રામ છે તેમજ 22 કેરેટ સોનાનો ભાવ 80,240 પ્રતિ 10 ગ્રામ છે.

7 માર્ચ 2025ના રોજ ચાંદીનો ભાવ 99,100 રૂપિયા પ્રતિ કિલો હતો. ગઈકાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં લગભગ 1200 રૂપિયાનો વધારો થયો છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.97,900 હતો.

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.