
એ જ રીતે આજે ગુજરાતમાં સોના ભાવની વાત કરીએ તો આજે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે સોનું 98,390 રુપિયા પર છે જ્યારે 22 કેરે ટો સોનાનો ભાવ 90,190 રુપિયા પર પહોંચ્યો છે.

ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ગઈકાલે શુક્રવારે ચાંદીનો ભાવ 98,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો જે બાદ આજે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે આજે શનિવારે ચાંદીનો ભાવ 98,900 પર ટ્રેડ કરી રહ્યો છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટમાં 958, 22 કેરેટમાં 916, 21 કેરેટમાં 875 અને 18 કેરેટમાં 750 લખેલું હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોઈ શકે અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું ત્યારથી પાકિસ્તાન ગભરાટમાં છે. આ જ કારણ છે કે તે ભારત પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાને શનિવારે સવારે સતત ચોથા દિવસે ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પઠાણકોટ અને શ્રીનગર એરબેઝમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. આ સાથે, ઘણી જગ્યાએ ડ્રોન પર હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.