
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,020 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,210 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,070 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,260 રૂપિયા છે.

બીજા કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, અઠવાડિયા દરમિયાન તેની કિંમતમાં 1900 રૂપિયાનો વધારો થયો હતો. 27 એપ્રિલે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1,01,900 રૂપિયા હતો. શુક્રવાર, 25 એપ્રિલે, ઇન્દોરના બુલિયન બજારમાં ચાંદીનો સરેરાશ ભાવ 500 રૂપિયા ઘટીને 98900 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.

માર્ચમાં દેશની સોનાની આયાત 192.13 ટકા વધીને $4.47 અબજ થઈ ગઈ. નાણાકીય વર્ષ 2024-25માં સોનાની આયાત 27.27 ટકા વધીને 58 અબજ ડોલર થઈ. નાણાકીય વર્ષ 2023-24માં તે 45.34 અબજ ડોલર હતી. માર્ચમાં ચાંદીની આયાત 85.4 ટકા ઘટીને 119.3 મિલિયન ડોલર થઈ. નાણાકીય વર્ષ 2024-25માં તે 11.24 ટકા ઘટીને 4.82 અબજ ડોલર થઈ.