ઉતરાયણની ખરીદીને લઈને અમદાવાદની પતંગ બજારોમાં જોવા મળી રોનક, ગોગલ્સ, ડિઝાઈનર માસ્ક, વિવિધ વિગ્સ અને કલરફુલ પીપુડાએ મચાવી ધૂમ- તસ્વીરો
અમદાવાદની પતંગબજારોમાં રોનક જોવા મળી રહી છે. વિવિધ જાતના, આકારના પતંગો, સહિત અન્ય એસેસરીઝ પણ ધૂમ મચાવી રહી છે અને લોકો હોંશે હોંશે ખરીદી રહ્યા છે. ઉત્તરાયણ એટલે આનંદ ઉલ્લાસ, ખાણીપીણી, મોજમજા, અને પતંગોનો તહેવાર. ત્યારે સમયની સાથે હવે વિવિધ પ્રકારના ગોગલ્સ અને કલરફુલ વિગ્સ, તેમજ હેટની પણ લોકો ખરીદી કરતા જોવા મળ્યા
1 / 8
અંગ્રેજી કેલેન્ડર મુજબ નવા વર્ષે આવતો સૌથી પહેલો તહેવાર ઉતરાયણ. સૂર્યના ઉત્તર દિશા તરફના ગમનને ઉત્તરાયણ કહેવામાં આવે છે. 14 જાન્યુઆરીએ ઉતરાયણ અને 15 જાન્યુઆરીએ વાસી ઉતરાયણ ઉજવવામાં આવે છે. અમદાવાદ અને સુરત જેવા શહેરમાં ઉતરાયણની મજા અલગ જ હોય છે.
2 / 8
અમદાવાદ શહેરમાં ઉતરાણ માટેના કેટલાક સિઝનેબલ બજારો છે જેમાં દિલ્હી દરવાજા અને અને આસ્ટોડિયા દરવાજા મુખ્ય માર્કેટ છે. શહેરીજનોનો ઉતરાયણની ખરીદી માટે બજારમાં ઘસારો જોવા મળી રહ્યો છે. હાલ સ્ટુડિયો દરવાજા અને દિલ્હી દરવાજાના મુખ્ય પતંગ બજારોમાં ભીડ ઉભરાઈ રહી છે. દિવસ કરતા રાત્રે પતંગ બજારમાં ખરીદીનો માહોલ વધારે જોવા મળે છે.
3 / 8
ગોગલ્સ, કેપ અને હેટ આ ત્રણ વસ્તુઓ લોકો ઉતરાણમાં અચૂક કરી દે છે બદલાતા જતા સમયની સાથે ઉતરાયણની એસેસરીઝમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે જેમાં બ્યુગલ્સ, માસ્ક, વીગ, હેર બેન્ડ બાળકો અને યંગસ્ટર્સમાં ટ્રેન્ડી છે.
4 / 8
બ્યુગલ્સ બાળકો માટે ઉતરાયણ ની ફેવરિટ એસેસરીઝ છે. પતંગ બજારમાં એક ફૂટ થી શરૂ કરીને ત્રણ ફૂટ સુધીના કલરફુલ બ્યુગલ્સ મળી રહે છે. જેની અંદાજિત કિંમત ₹50 થી શરૂ કરી 300 રૂપિયા સુધીની હોય છે
5 / 8
ગોગલ્સ એ ઉતરાયણની ફેવરિટ અને મુખ્ય એસેસરીઝ છે. ઉતરાણ આવતા જ શહેરમાં બ્રાન્ડેડ કંપનીના શોરૂમથી લઈને ફુટપાટ ઉપર અનેક લોકો ગોગલ્સ નું વેચાણ કરે છે. વિવિધ કલરમાં મળતા આ ગોગલ્સની કિંમત 100 રૂપિયા થી શરૂ કરીને આશરે 1500 રૂપિયા સુધીની હોય છે.
6 / 8
કલરફુલ એલઇડી લાઇટ્સ વાળા ગોગલ્સ બાળકોમાં ખૂબ જ પ્રિય છે ઉત્તરાયણમાં આવા ગોગલ્સ ની ખૂબ માંગ રહે છે. જે આશરે 150 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીમાં મળી રહે છે.
7 / 8
આ ઉતરાયણમાં ગર્લ્સ માટે પણ અવનવી એરસેસરીઝ બજારમાં અવેલેબલ છે. જેમાં કલરફુલ હેર વીગ, એલઇડી લાઇટ વાળા હેર બેન્ડ, અને ડિઝાઇનર ફેસ માસ્ક ખૂબ જ ટ્રેન્ડી છે. હેર વીગ 100 રૂપિયા થી શરૂ કરીને 250 રૂપિયા સુધી, ફેસ માસ્ક 50 રૂપિયા થી લઈને 150 રૂપિયા સુધી અને હેર બેન્ડ 100 રૂપિયામાં મળી રહે છે.
8 / 8
આ ઉપરાંત કલરફુલ પીપૂડા, ટુકલ કે પતંગમાં લગાવવા માટેની ડિફરન્ટ ડિઝાઇન ની એલઇડી લાઇટ્સ, ગુંદર પટ્ટી, આંગળીમાં ચીરાના પડે તે માટેની મેડિકલ ટેપ વગેરે પણ બજારમાં અલગ અલગ રેન્જ માં મળી રહે છે.