
અરવરી નદીની કુલ લંબાઈ વિશે વાત કરીએ તો આ નદીની કુલ લંબાઈ 45 કિલોમીટર એટલે કે 28 માઈલ છે. તેનો કુલ બેસિન વિસ્તાર 492 ચોરસ કિલોમીટર એટલે કે 190 ચોરસ માઇલ છે.

વર્ષ 1985માં આ નદી સંપૂર્ણપણે સુકાઈ ગઈ હતી, ત્યારબાદ આ નદી ગાયબ થઈ ગઈ હતી. જો કે, વર્ષ 1987માં સ્થાનિક સ્તરે લોકોએ 300થી વધુ બંધ બાંધ્યા અને આ નદીને પુનર્જીવિત કરવાનું કામ કર્યું.

પ્રસિદ્ધ પર્યાવરણવાદી અને વોટરમેન ડૉ.રાજેન્દ્ર સિંહે નદીને પુનઃજીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરિણામે વર્ષ 1996માં નદી વહેવા લાગી. (Image - Freepik)