
વિજાપુરના આર્ટીસ્ટ રાઘવભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અહીં જ્યારે લોકો અમારી કલાકારી સાથે સેલ્ફી લે છે, ત્યારે ખૂબ જ ખુશી થાય છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમારી ટીમની કલાકારી દ્વારા પ્રભાસ તીર્થની સેવા કરવા મળી એ બદલ અમારી સમગ્ર ટીમ વતી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરૂ છું.

ઉપરાંત મંદિરમાં યોજાનાર લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ અંગ્રેજી ભાષામાં રજૂ કરવામાં આવશે. ખાસ સૌરાષ્ટ્ર અને તમિલનું સાયુજ્ય દર્શાવતા ભીંતચિત્રો પણ આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને તમિલ બાંધવો ધ્વજાપૂજા પણ સારી રીતે કરી શકે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. (વીથ ઇનપુટ :યોગેશ જોશી-ગીરસોમનાથ)