ગીરસોમનાથ: ઘૂસિયા ગામે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ભૂલકા મેળાનું કરાયુ આયોજન, બાળકોની આંતરિક શક્તિને બહાર લાવવાને ઉમદા હેતુ- જુઓ Photos

|

Mar 02, 2024 | 11:05 PM

ગીરસોમનાથ: તાલાલાના ઘૂસિયા ગામે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા જ્ઞાન-ગમ્મતસભર "ભૂલકાં મેળો" યોજાયો હતો. જેમા ધારાસભ્ય ભગવાન બારડ પણ બાળકો સાથે બાળક જેવા બનીન્ નાચતા કૂદતા જોવા મળ્યા હતા. સંસ્કાર સભર ભારતની નવી પેઢીનું નિર્માણ થાય અને બાળકોની આંતરિક શક્તિઓને બહાર લાવવા આ ભૂલકા મેળાનું આયોજન કરાયુ હતુ.

1 / 7
તાલાલાના ઘૂસિયા ખાતે ધારાસભ્ય  ભગવાન બારડ દ્વારા જ્ઞાન-ગમ્મતસભર "ભૂલકાં મેળો" યોજાયો.જેમા ધારાસભ્ય ભગવાન બારડ પણ બાળકો સાથે બાળકો જેવા જ પરીવેશમાં નાચ્યા કૂદયા હતા.સંસ્કાર સભર ભારતની નવીપેઢીનું નિર્માણ થાય તેવો આ ‘ભૂલકાં મેળા’નો શુભહેતુ હતો.

2 / 7
જેમ બાળકોની આંતરિક શક્તિ ખીલશે એટલાં જ એ ખૂલશે અને જીવનના પ્રગતિપથ પર આગળ વધશે. આ ઉક્તિને સાર્થક કરતા તાલાલા ના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ઘૂસિયા ખાતે ડી.એમ.બારડ સંકુલના પટાંગણમાં ‘ગીરના ફૂલ’ થીમ સાથે આંકોલવાડી, જસાધાર, રસૂલપરા, જાંબૂર, ભીમદેવળ સહિત તાલાલા તાલુકાની વિવિધ આંગણવાડી કેન્દ્રના 1100 જેટલા ભૂલકાઓ માટે જ્ઞાન-ગમ્મતસભર "ભૂલકાં મેળો" યોજાયો હતો.

3 / 7
આ 'ભૂલકાં મેળા' માં બાળકોને સાપસીડી, થ્રોઈંગ ધ બૉલ, બોલ બેલેન્સ, સંગીત ખુરશી વગેરે જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી અને સાથે જ ‘રિંગણ તો રાજા’,”કચૂંબર કમાલ કરે, ધાણાં સાથે ધમાલ કરે”,”ખાતી નથી, પીતી નથી, ઢિંગલી મારી બોલતી નથી” વગેરે બાળગીતો પર મન મૂકીને થીરક્યાં હતાં.

4 / 7
ભૂલકાંઓ માટે ‘ટોમ એન્ડ જેરી’, ‘અવકાશયાત્રી’, ‘કાર-જીપ’ સહિતના કટઆઉટ્સ પણ મૂકવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં બાળકોને પોષકયુક્ત ખોરાક અને પ્રોટિનયુક્ત બિસ્કિટ્સનું વિતરણ કરાયું હતું.

5 / 7
આ કાર્યક્રમમા કાલી-ઘેલી ભાષામાં બાળગીત અને કવિતાઓ પ્રસ્તુત કરી હતી. આ તકે ધારાસભ્ય એ જણાવ્યું હતું કે, “જ્યારે આપણે બાળક સાથે હોઈએ છીએ ત્યારે આપણો આત્મા પણ ખુશ થાય છે. જીવનનો આનંદ માણવાનું બાળકો પાસેથી શીખવા જેવું છે. કારણકે તે વર્તમાનમાં જીવે છે.

6 / 7
ધારાસભ્યે જણાવ્યુ કે સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર મળે, સાત્વિક ખોરાક સાથે નવી પેઢીનું ઘડતર થાય એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. પ્રત્યેક બાળકોમાં નવા ભારત માટેનું આશાનું કિરણ ચમકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ઉત્તમ સંસ્કારો સભર ભારતની નવીપેઢીનું નિર્માણ થાય તેવો અમારો શુભહેતુ છે. જેથી અમે આ આનંદસભર આયોજન કર્યું છે.”

7 / 7
આ તકે બાળકો દ્વારા આકાશમાં રંગબેરંગી બલૂન્સ ઉડાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોએ મંચ પરથી ‘વ્યસન મુક્તિ‘, ‘સ્વચ્છતાનો સંદેશ’, ‘પર્યાવરણ બચાવો’ સહિતના સંદેશ આપી વિકસિત ભારતનાં ઘડતરમાં સહભાગી થવા માટે ઉત્તમ સંદેશાઓ આપ્યાં હતાં.

Next Photo Gallery