ગીર સોમનાથ: વિક્રમ સંવત 2079ની છેલ્લી માસિક શિવરાત્રીની સોમનાથ મંદિરે ભવ્ય ઉજવણી- જુઓ તસ્વીરો

ગીરસોમનાથ: વિક્રમ સંવક 2019ની છેલ્લી માસિક શિવરાત્રીની સોંમનાથ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પ્રત્યેક શિવરાત્રીએ લઘુ રૂદ્ર યજ્ઞ કરવાના સંકલ્પને અનુસરીને યજ્ઞશાળામાં વિધિવત યજ્ઞ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈએ જ્યોત પૂજન કર્યુ હતુ.

| Edited By: | Updated on: Nov 12, 2023 | 8:15 PM
4 / 8
 સોમનાથ મંદિર મંદિર નજીક યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે  સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક મહારુદ્ર કરાવવામાં આવે છે.

5 / 8
માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક મહારુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.

6 / 8
રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના 10:00 કલાકે પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ , ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત તેમજ ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.

7 / 8
માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી.

8 / 8
સંવત 2079ની અંતિમ માસિક શિવરાત્રીની મહાઆરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. "બમબમ ભોલે, જય સોમનાથ"ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. Input Credit- Yogesh Joshi- GHirsomnath

Published On - 8:12 pm, Sun, 12 November 23