
વેરાવળની એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોન કૌભાંડ મામલે વેરાવળ પોલીસ માં બેન્કના જ ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ FIR નોંધાઈ છે. હાલના તબક્કે 2 કરોડના 2 કિલો 746 ગ્રામ સોનાની ઠગાઈ સામે આવી છે. જ્યારે ગોલ્ડ લોનના 426 પાઉચની તપાસ શરૂ કરાઈ છે

પ્રથમ 6 પાઉચની તપાસ માં જ 2 કરોડની ઉચાપત સામે આવી છે. હજુ અન્ય પાઉચની તપાસમાં દસેક દિવસ લાગશે. ઉચાપતનો આંક 12 થી 15 કરોડને આંબે તેવી શકયતા છે. ગોલ્ડલોન બ્રાન્ચના સેલ્સ મેનેજર માનસિંગ ગઢીયા, વિપુલ રાઠોડ અને પિન્કી ખેમચંદાનીની પોલીસે ધરપકડ કરી છે. ત્રણેય વિરુદ્ધ આઈ.પી.સી ની કલમ 409,406,420,465,467,468,અને120 B મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

એક જવાબદાર સંસ્થા તરીકે, એક્સિસ બેંક તેના બ્રાન્ચ ગોલ્ડ લોન (GL) પોર્ટફોલિયો સહિત તેના તમામ વ્યવસાયિક કાર્યોનું નિયમિત ઓડિટ કરે છે. 29/09/2023 ના રોજ વેરાવળ શાખામાં ઓડિટ હાથ ધરતી વખતે, બેંક અધિકારીઓએ ગોલ્ડ લોન પ્રક્રિયામાં કેટલીક વિસંગતતા ધ્યાનમાં લીધી. આંતરિક તપાસમાં, એવું જણાયું હતું કે શાખા માટે ગોલ્ડ લોનના વ્યવસાયની દેખરેખ રાખતા ત્રણ કર્મચારીઓએ નકલી ગ્રાહકોના નામે તાજી ગોલ્ડ લોન મેળવવાની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હતો. એક્સિસ બેંકે ગીર સોમનાથ જિલ્લાની સ્થાનિક એસપી ઓફિસને દુષ્કર્મની જાણ થતાં તરત જ જાણ કરી અને ત્યારબાદ પોલીસ એફઆઈઆર દાખલ કરી. એક્સિસ બેંક આવી બાબતો પ્રત્યે શૂન્ય સહનશીલતા ધરાવે છે અને આ મુદ્દાને ઉકેલવામાં સંબંધિત સત્તાવાળાઓને સહકાર આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.