
જેમાં ગોમયના લીંપણ સાથે સમગ્ર યજ્ઞશાળા દૈવીય ઊર્જાનો સંચાર કરે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે. વૃક્ષોના પર્ણો સાથે યજ્ઞશાળાનું સુશોભન કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના મુખ્ય યજમાન પદે આ મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યજ્ઞમાં કુલ 59 બ્રાહ્મણો દ્વારા શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ સાથે યજ્ઞ નારાયણને લાડુની કુલ 2750 આહૂતિ આપવામાં આવી હતી.

યજ્ઞના પ્રથમ દિવસે પંચાંગ કર્મ, પ્રધાન સંકલ્પ, ગણપતિ પૂજનમ, પુણ્યહ વાચનમ્, માતૃકા પૂજનમ્, વસોધ્ધારા, આયુષ્ય મંત્ર જપ, નાન્દી શ્રાધ્ધ, આચાર્યાદિઋત્વિગ વરૂણમ્ , વાસ્તુ દેવતા સ્થાપનમ્, યોગીની દેવતા સ્થાપનમ્ ,ક્ષેત્રપાલ દેવતા સ્થાપનમ્, પ્રધાન દેવ પીઠ યંત્ર સ્થાપનમ્, અગ્નિદેવતા આવાહન પૂજનમ્,,ગ્રહશાંતિ,પ્રધાન દેવતા હોમ,સાયં પૂજનમ, આરતી,શયનકર્મ સહિતની ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવી હતી. Input Credit- Yogesh Joshi- Gir Somnath