
ભાદ્ર માસની માસિક શિવરાત્રીની સોમનાથ તીર્થમાં ઊજવણી કરાઈ હતી. જેમા રાત્રે જ્યોતપૂજન મહા-આરતી સહિતના ધાર્મિક આયોજનો કરાયા હતા.

ભાદ્ર માસની માસિક શિવરાત્રીની સોમનાથ તીર્થમાં ઊજવણી કરાઈ હતી. જેમા રાત્રે જ્યોતપૂજન મહા-આરતી સહિતના ધાર્મિક આયોજનો કરાયા હતા.

સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુ બેરા અને સંસ્કૃત યુનિવર્સિટીના મહાનુભાવોએ જ્યોતપૂજન કર્યુ હતુ. ભાદ્ર કૃષ્ણ તેરસ ભાદ્ર વદ તેરસ અને માસિક શિવરાત્રીના અવસરે સોમનાથ મંદિરની પરંપરા અનુસાર માસિક શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગન્દ્ર દેસાઈ, મંત્રી મુળુ બેરા અને કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ, ટ્રસ્ટના જનરલ મેનેજર, વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવોએ માસિક શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર વિશેષ જ્યોતપૂજન કર્યુ હતુ.

રાત્રે 12 વાગ્યે સોમનાથ મહાદેવની મહા આરતી કરાઈ હતી. હજારો શ્રદ્ધાળુઓએ આ આરતીનો લાભ લીધો હતો. આરતીને પગલે મંદિર રાત્રે એક વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રાખવામાં આવ્યુ હતુ. Input Credit- Yogesh Joshi- Gir Somnath