
નવરાત્રીના નવેય દિવસ સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં મંદિરના પૂજારીઓ દ્વારા 3.5 કલાકની રાજોપચાર મહાપૂજા કરવામાં આવશે. આદિકાળમાં ચક્રવર્તી સમ્રાટો દ્વારા માતા શક્તિને પ્રસન્ન કરવા આ પ્રકારની રાજોપચાર મહાપૂજા કરવામાં આવતી હતી

સોમનાથ મંદીરના પૂજારીઓ દ્વારા વિશ્વ શાંતિની પ્રાર્થના સાથે માતા પાર્વતી સૌનું કલ્યાણ કરે તેવી પવિત્ર ભાવનાથી મહાપૂજન કરવામાં આવ્યું હતું. ભકતો નવરાત્રીના પ્રથમ દિવસે માતા પાર્વતી તેમજ સોમનાથ મંદિરમાં બિરાજમાન માતા ત્રીપુર સુંદરી અને માટે આંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા.

સોમનાથ મંદિર સમીપ બિરાજમાન માતા વાઘેશ્વરીના મંદિરે સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા માતા વાઘેશ્વરી-જોગેશ્વરીના પૂજન અને આરતી કરવામાં આવ્યા હતા. આ તકે સ્થાનિક ભક્તો અને બાળાઓ આ પૂજન માં જોડાયા હતા અને માતાની આરાધના કરવા ભક્તિમય સંગીત સાથે ગરબે ઘૂમ્યા હતા.