
પ્રતિનિધી મંડળના તમામ સભ્યોએ ઈલેક્ટ્રિક ગોલ્ફકાર્ટ દ્વારા મંદિરમાં લઈ જતા સમયે દિગ્વિજય દ્વાર પાસે સોમનાથ, સિંહ અને G20નું સાયુજ્ય ધરાવતી રંગોળી નિહાળી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. મંદિરની ભવ્યતા, દિવ્યતા અને વ્યવસ્થાનો ઉત્તમ અનુભવ કરી તમામ મહેમાનો મંત્રમુગ્ધ થયા હતાં.

તમામ મહેમાનોએ પુરાણ અને વેદના સંદર્ભે બિલિપત્ર, દુર્વા, ગૂગળ, અષ્ટગંધા, ચંદન વગેરે યજ્ઞ આહુતિના મૂળ તત્વો અને તેની ઉપયોગિતા વિશે સમજ આપતી ટૂંકી ફિલ્મ નિહાળી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રસાદકિટ ગ્રહણ કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

G20 ઓપરેશન્સ સ્પેશ્યિલ સેક્રેટરી મુક્તેશ કુમાર પરદેશી, જોઈન્ટ સેક્રેટરી એલ રમેશ બાબુ, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ જોઈન્ટ સેક્રેટરી ધર્મરાજુ સેન્થિલ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સેક્રેટરી ડૉ.શર્વરી ચંદ્રશેખર સહિતના ડેલિગેટ્સે જ્યોતિર્માર્ગ સહિત સમગ્ર મંદિર પરિસર નિહાળી સોમનાથ મંદિરના ઈતિહાસ વિશે તલસ્પર્શી માહિતી પણ મેળવી હતી.

જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, નાયબ કલેક્ટર ભૂમિકા વાટલિયા, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત શીર્ષ અધિકારીઓએ જી20 ડેલિગેટ્સની સોમનાથ મંદિર મુલાકાતનું સુચારૂ આયોજન કર્યુ હતું. Input Credit- Yogesh Joshi- Gir Somnath